પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે આવ્યાં સારા સમાચાર, પગારમાં થઈ શકે છે તોતિંગ વધારો

જો તમે આવતા મહિને પગાર વધારાની રાહ જોઈ રહ્યાં હશો તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે. પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી કરતા લોકોએ આ વર્ષે પગાર વધારાની ચિંતા છોડી દેવી જોઈએ. એક તાજા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે તમને 40 ટકા સુધીનો પગાર વધારો મળી શકે છે. એટલું જ નહીં બોનસ અને ઈન્ક્રિમેન્ટ પણ વધે તેવી શક્યતા છે. 

પ્રાઈવેટ નોકરી કરતા લોકો માટે આવ્યાં સારા સમાચાર, પગારમાં થઈ શકે છે તોતિંગ વધારો

નવી દિલ્હી: જો તમે આવતા મહિને પગાર વધારાની રાહ જોઈ રહ્યાં હશો તો આ સમાચાર તમારા કામના હોઈ શકે છે. પ્રાઈવેટ કંપનીઓમાં નોકરી કરતા લોકોએ આ વર્ષે પગાર વધારાની ચિંતા છોડી દેવી જોઈએ. એક તાજા સર્વેમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વર્ષે તમને 40 ટકા સુધીનો પગાર વધારો મળી શકે છે. એટલું જ નહીં બોનસ અને ઈન્ક્રિમેન્ટ પણ વધે તેવી શક્યતા છે. 

30-40 ટકા સેલરી વધી શકે છે
એક પ્રાઈવેટ નોકરી સાઈટનો દાવો છે કે આ વર્ષે સેલરી વધારો ખુબ સારો થવાનો છે. તાજા રિપોર્ટમાં સંસ્થાએ દાવો કર્યો છે કે આ વર્ષે મધ્યમ સ્તરના વ્યવસાયિકોને સૌથી સારી સેલેરી મળી શકે છે. આ પદો પર કામ કરતા લોકોને 20-30 ટકા સેલેરી હાઈક મળી શકે છે. પરંતુ તેનાથી પણ સારા સમાચાર એ છે કે સીનિયર લેવલ પર કામ કરતા લોકોને 40 ટકા જેટલો વધારો મળી શકે છે. 

આ સેક્ટરોમાં રેલમછેલ
દેશના તમામ ક્ષેત્રોમાં માનવ સંસાધન(HR)ના અધિકારીઓ સાથે વાતચીતના આધારે આ રિપોર્ટમાં કહેવાયું છે કે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી (આઈટી)માં આ વર્ષે બમ્પર ઈન્ક્રિમેન્ટ થવાનો છે. આ ઉપરાંત મીડિયા, હેલ્થ અને મનોરંજન ક્ષેત્રોમાં પણ સારા પગારવધારાની આશા છે. આ કર્મચારીઓને 10ટકાથી વધુ પગાર વધારો મળી શકે છે. 

જુઓ LIVE TV

આ શહેરોમાં કામ કરતા લોકો થશે ખુશ
નવા રિપોર્ટમાં કહેવાયુ છે કે દિલ્હી, મુંબઈ અને બેંગ્લુરુમાં નોકરી કરતા લોકોએ સારા પગારની આશા રાખવી જોઈએ. આઈટી સેક્ટરવાળા બેંગ્લુરુ, ગુરુગ્રામ અને હૈદરાબાદમાં રહેતા લોકોને પણ સારો સેલેરી હાઈક મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news